પ્રસ્તાવના

From WikiEducator
Jump to: navigation, search

આજના સમકાલીન સમાજમાં કોમ્પ્યુટર ઘણું જરુરીયાત ભર્યુ બન્યુ છે. જુદી જુદી એવી માહિતીના સંગ્રહ અને સંચાલન માટે વેપારી સંસ્થાઓ,બેંકો અને બીજી ધણી એવી સરકારી બીનસરકારી સંસ્થાઓમાં કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે.

    છેલ્લા એક દાયકાથી કોમ્પ્યુટરનો ઉપયોગ ભારતમાં વિમાની સેવા, બેન્કોની જુદી જુદી શાખાઓના જોડાણ,રેલ્વે સેવા અને અન્ય એવી શાખાઓમાં થાય છે. આ ઉપરાંત ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનમાં પણ કોમ્પ્યુટર એક શક્તિશાળી સાધન તરીકે વપરાય છે. આ ઉપરાંત ગ્રંથાલયમાં કોમ્પ્યુટર વ્યવસાયીક એવી સાનુકુળતા માટે, વ્યક્તિગત માહિતી માટે અને વાચકોની જરુરીયાત પુરી પાડવા માટે ઉપયોગી નીવડે છે. તદ્દઉપરાંત ગ્રંથાલય સેવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે પણ તે અતી ઉપયોગી સાધન છે વિકસીત એવા અન્ય દેશોમાં ઘણા એવા સફળ પ્રયોગો ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના ક્ષેત્રમાં કરવામાં આવ્ય છે.જેમાં સામાન્ય રીતે એવુ તારણ જોવા મળ્યું છે કે કોમ્પ્યુટર એ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના દરેક કાર્યોમાં તેનુ પ્રયોજન કરી શકાય. જેમકે, યુ.કે. અને  યુ.એસ.એ. જેવા સુપ્રસિધ્ધ અને વિકસીત દેશોમાં કોમ્પ્યુટરના ઉપયોગ વડે ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની ધણી એવી સેવઓ સફળ રીતે પુરી પાડવામાં આવે છે.ભારતીય એવા ગ્રંથાલયોમાં પણ હવે કોમ્પ્યુટરનુ પ્રયોજન ગ્રંથાલયના જુદા જુદા કાર્યોમાં કરવામાં આવે છે. આજે ભારતમાં પણ સારી એવી ગ્રંથાલય સેવા અપાય તે માટે જરુરી એવા ટ્રેનીંગ પ્રોગ્રામ અપાય છે. આજ મુખ્ય કારણ છે કે ગ્રંથાલયમાં કોમ્પ્યુટરનો ઉપયોગ વિવિધ રીતે જુદા જુદા કાર્યોમાં જુદા જુદા તબક્કાઓમાં અભ્યાસ કરી જુદી જુદી અભિધારણાઓ કરવામાં આવે છે.